ઉપપ્રમુખ નિવેદન

ઉપપ્રમુખ નિવેદન,
"જે સમાજનો યુવાન વ્યસ્ત, તે સમાજ સ્વસ્થ"

જો સમાજનો યુવાનનો વિકાસ ગૌરવપુર્ણ હોય. તેજ સમાજ વિકસીત છે. એવુ માનતા , અમો આ વેબસાઇટના પ્રોજેક્ટને અમલમાં મુકીને અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ.

વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ છેવટના ગામડા સુધી અનાવિલ ઉન્થાનને લગતી તમામ માહિતી પહોચાડવાનો અને છેવટના લોકો પણ પોતાની માહિતી આપી શકે તેવા સુંદર આશયથી અમો આ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.

વેબસાઇટમાં સંપુર્ણ માહિતી ઉમેરવામાં આવી છે અને સોગાયોની વિવિધ પ્રવ્રુત્તિઓ પણ વિસ્તાર પુર્વક મુકેલ છે. આવનારા કાર્યક્રમોની સુચી પણ લોકો જોઇ શકે તેવી સુંદર આયોજન કરેલ છે તથા અહિ લગ્ન વિષયક માહિતી , નોકરી વિષયક મહિતી પણ મેળવી શકે તેવુ આયોજન કરેલ છે.

યુવાનોને સુંદર, એક થવાનુ ભેગા થયાનું પ્લેટ્ફોર્મ મળી રહે તેવા સુંદર આશય સાથે ફરીથી સમાજ એક બને શ્રેષ્ઠ બને તેવા શુભ આશય સાથે જય હિન્દ,જય અનાવિલ

જય અનાવિલ
જય અનાવિલ યુવા શક્તિ,
સરીત દેસાઇ