સમસ્ત ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોતાની બુદ્ધિ શક્તિ તથા વાક્ચાતુર્યથી વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રજાતી એટલે અનાવિલ..આ એજ અનાવિલ જેની જન્મભુમિ અનાવલ માનવામાં આવે છે. જ્યાંથી કર્મને આધિન થઇ તથા ભવિષ્યને ધ્યાનમાં રાખી અનાવિલો વિવિધ સ્થળે જઇને વસ્યા.
આજે વાપીથી તાપીની વચ્ચે લગભગ સમાજ્ની ૮૦% વસ્તી વસે છે. ત્યારે તમામ વિસ્તારના અનાવિલ યુવાનો એક થાય, ભેગા થાય અને અનાવિલ સમાજનાં ઉત્થાનનાં કાર્યો કરે તેવા હેતુથી ૧૭/૦૫/૧૯૮૧ ના રોજ સોગપોની સ્થાપના થઇ. એજ પરિકલ્પને આગળ લઇ જતા, જ્યારે દેશ-દુનિયા ડીજીટલ થઇ રહી છે ત્યારે વિશ્વ નાનું બનતું જાય છે અને લોકો એક્બીજાની ખુબ નજીક આવી રહ્યા છે. ત્યારે આવા દૂર દૂર વસેલા શહેર તથા ગામમાં રહેલા અનાવિલ યુવાનો કોઇ એક માધ્યમથી એક થાય, ભેગા થાય, એક મેક ને જાણી શકે તેવા શુભ આશયથી વર્ષ ૨૦૧૮-૧૯ ની કરોબારી સભ્યોની સમીતી દ્વારા સુંદર વેબસાઇટનું આયોજન કરવાનું વિચારાયુ અને જેનો અમલિકરણ આપ નિહરી શકો છો.
વેબસાઇટ બનાવવાનો મુખ્ય ઉદેશ્ય સોગયોમાં થતી તમામ પ્રવ્રુતિથી સમાજ માહિતગાર થાય. યુવાન વિવિધ પ્રવ્રુતિમાં ભાગ લઇ શકે. યોગ્ય વિચરોનું આદાન પ્રદાન થઇ શકે. યુવાનો સોગયોનાં સભ્યો બને. બનેલા સભ્યોની સુચીમાં સુધારો કરી શકાય અને માહિતી સંચાર સરળ બનાવી દરેક સુધી પોંહચી શકાય તેવો હેતુ સાર્થક કરવનો છે.
અંતે સમાજનાં દરેક લોકો આ વ્યવસ્થાનો ભાગ બને અને તેનો લાભ લઇ સમાજને આગળ લાવવાના તમામ પ્રયત્નો કરી, અનાવિલ સમાજને એક આગવુ સ્થાન આપે તેવી અભ્યર્થના સહ.