About Sogayo

“THE YOUTH IS THE HOPE OF OUR FUTURE”

ઉપરોક્ત ઉક્તિ ને જ સાર્થક કરવા લગભગ ૩ દાયકા પહેલા અનાવિલ યુવાનો દ્વારા અનાવિલ યુવાના ઉત્થાન માટે આ સંસ્થા ને જન્મ આપ્વામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠનની સ્થાપના તા: ૧૭/૦૫/૧૯૮૧ ના રોજ કરવામાં આવી. જેનો વિશિષ્ટ હેતુ સમાજમાં યુવાનો એકત્ર થાય, તેમનામાં સહકારની ભાવના જન્મે અને સમાજ એક બને તથા શ્રેષ્ઠ બને. તદઉપરાંત અનાવિલ યુવાનો માટે વિવિધ પ્રવ્રુતિઓ થાય , સાંસ્ક્રુતિક પ્રોગ્રામોનું આયોજન થાય, મેળવળા યોજાય તથા યુવાનોને નોકરીની તકો મેળવી આગળ આવે તેવા હેતુથી આ સંસ્થાનાં બીજ રોપાયા હતા. આ એજ સંસ્થાકે જેના દ્વારા પ્રથમ વખત અનાવિલ યુવાન યુવતી માટે લગ્ન મેળાવળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની નોંધ બીજા સમાજ દ્વારા પણ લેવામાં આવિ હતી. ઇ.સ. ૨૦૧૦ માં પ્રથમ વખત શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળમાં સોગાયો દ્વારા ગરબા મહોત્સવ ૨૦૧૧ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનુ સમગ્ર સંચાલન સોગયો દ્વારા કરવામા આવ્યુ હતુ

welcome

ત્યારબાદ આ સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ શૈક્ષણીક અને સંસ્ક્રુતિક પ્રવ્રુતિઓનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ. આજે પણ સંસ્થા દ્વારા ખુબજ સુંદર કાર્યો કરવામા આવે છે. આ સંસ્થા દક્ષિણ ગુજરાતના પંથક મા "સોગાયો" તરીકે પ્રચલિત છે તથા અનેક અનાવિલોની સંસ્થામાં પણ મોખરાનુ સ્થાન ધરાવે છે.

દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન દ્વારા આજે શૈક્ષણિક પ્રવ્રુતિઓ જેવી કે રાહત દરે નોટ્બૂક નુ વિતરણ , તત્કાલ ચિત્રકામ સ્પર્ધા, વિવિધ શૈક્ષણિક સેમીનાર, કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થી શૈક્ષણિક સહાય વિગેરેનું પ્રવ્રુતિ કરવામાં આવે છે તથા સાથે સાથે વિવિધ સાંસ્ક્રુતિક પ્રોગ્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ પ્રવ્રુતિઓમાં નાના નાના ભુલકાઓથી લઇ યુવાન-યુવતીઓ ઉત્સાહ પુર્વક ભાગ લઇને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરે છે.ઉપરાંત સંસ્થા દ્વારા કેરમ-ચેસ સ્પર્ધા , લગ્ન ગીત સ્પર્ધા, વિધવા સહાય, નિરાધાર સહાય, બ્લડ ડોનેશન કેમ્પ (સ્વ. મહેશભાઇ દેસાઇ બ્લડ ડોનેશન કેમ્પ), હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવે છે.

સારુ શિક્ષણ મળી રહે તથા અનાવિલ યુવાન-યુવતીઓને નોકરી મળી રહે તેવા આશયથી દાતાશ્રીઓના સહકાર અને સાથવારે સોગાયો દ્વારા શ્રી દયાળજી કસનજી ભટાર શૈક્ષણિક સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં આજ દીન સુધી હજારો બાળકોએ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી અને હજુ પણ ગરીબ પરીવારનાં તેમજ મધ્યમ પરીવારના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. હાલમાં સોગાયો ખુબજ સુંદર કાર્યક્રમોનું આયોજન કરે છે. યુવાનો તથા યુવતીઓ અને બાળકો જેમાં ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લે છે.