“THE YOUTH IS THE HOPE OF OUR FUTURE”
ઉપરોક્ત ઉક્તિ ને જ સાર્થક કરવા લગભગ ૩ દાયકા પહેલા અનાવિલ યુવાનો દ્વારા અનાવિલ યુવાના ઉત્થાન માટે આ સંસ્થા ને જન્મ આપ્વામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠનની સ્થાપના તા: ૧૭/૦૫/૧૯૮૧ ના રોજ કરવામાં આવી. જેનો વિશિષ્ટ હેતુ સમાજમાં યુવાનો એકત્ર થાય, તેમનામાં સહકારની ભાવના જન્મે અને સમાજ એક બને તથા શ્રેષ્ઠ બને. તદઉપરાંત અનાવિલ યુવાનો માટે વિવિધ પ્રવ્રુતિઓ થાય , સાંસ્ક્રુતિક પ્રોગ્રામોનું આયોજન થાય, મેળવળા યોજાય તથા યુવાનોને નોકરીની તકો મેળવી આગળ આવે તેવા હેતુથી આ સંસ્થાનાં બીજ રોપાયા હતા. આ એજ સંસ્થાકે જેના દ્વારા પ્રથમ વખત અનાવિલ યુવાન યુવતી માટે લગ્ન મેળાવળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની નોંધ બીજા સમાજ દ્વારા પણ લેવામાં આવિ હતી. ઇ.સ. ૨૦૧૦ માં પ્રથમ વખત શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળમાં સોગાયો દ્વારા ગરબા મહોત્સવ ૨૦૧૧ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનુ સમગ્ર સંચાલન સોગયો દ્વારા કરવામા આવ્યુ હતુ